Dori shabd ni jankari

*ચાલો આજે ન્યૂઝ કરતા અલગ*
*દોરી વિશે વિશેષ રસપ્રદ જાણકારી મેળવીએ*

સામાન્ય અર્થે દોરી એટલે દોરી જ…
*પણ દોરી એટલે…*

(૧) ચામડાની દોરી – *”વાધરી”*
(૨) શણમાંથી રેસા કાઢી એ રેસામાંથી વણેલી દોરી – *”સૂતળી”*
(૩) પતંગ ચગાવવાની કાચ પાયેલી દોરી – *”માંજો”*
(૪) ગોફણની દોરી – *”પાંગરું”*
(૫) ધનુષની દોરી – *”પણછ, પ્રત્યંચા”*
(૬) પીંજણની દોરી – *”તાંત”*
(૭) વસ્ત્ર સૂકવવાની દોરી – *”ઓરવણી”*
(૮) કુંડાળામાં બળદ ફરે તે માટે બળદની નાથે બાંધેલી દોરી – *”તણી”*
(૯) સાજ ખસી ન જાય તે માટે ઘોડાની પૂંછડીમાં ભરાવવાની દોરી – *”ડૂમચી”*
(૧૦) ઘાઘરા કે લેંઘાના નેફાની દોરી – *”નાડું”*
(૧૧) શુભપ્રસંગે વપરાતી બે કે વધારે રંગોની સૂતરની દોરી – *”નાડાછડી”*
(૧૨) અંગરખું, બંડી વગેરે ભીડવાની નાની દોરી – *”કસ”*
(૧૩) ઘોડાની લગામની એક બાજુની દોરી- *”વાધિયો”*
(૧૪) કમરે પહેરાતી સૂતર કે રેશમની દોરી – *”કંદોરો, કદડો”*
(૧૫) ભમરડો ફેરવવાની દોરી – *”જાળી”*
(૧૬)પલ્લાં લટકાવવાની દોરી – *”નાથણું”*
(૧૭) નાળિયેરનાં છોડાંનાં રેસા કે તેની દોરી – *”કાથી”*
(૧૮) દોહતી વખતે ગાયને પાછલે પગે બાંધવાની દોરી – *”નોંજણું, શેલાયું”*
(૧૯) રેંટિયાના પૈડાનાં પાંખિયાં બાંધવાની દોરી – *”ડામણ”*
(૨૦) ખાટલો ભરવા વપરાતી દોરી – *”વાણ”*
(૨૧) કાપડ વણવામાં વપરાતી દોરી – *”તાણા અને વાણા”*
(૨૨) યજ્ઞોપવિત સમયે અને બળેવના દિવસે બ્રાહ્મણો ધારણ કરે તે – *”જનોઈ”*
(૨૩) મોટાભાગે, અખંડ દીવામાં વપરાતી દોરી – *”દીવેટ કે વાટ”*
(૨૪) વ્યક્તિઓના સન્માન સમયે ગળામાં પહેરાવાતી સૂતરની દોરી – *”સૂતરની આંટી”*
(૨૫) દરજીના સંચે સીવણકામ માટે વપરાય તે દોરી – *”કોકડી”*
(૨૬) અંગૂઠા અને આંગળી વડે વ્યવસ્થિતરીતે ખાસ આકારમાં લપેટાતી દોરી – *”લચ્છો કે લછ્છો”*
(૨૭) વણેલા / સીવેલા કપડાંમાંથી ખેંચાઈને બહાર આવી ગયેલ દોર કે દોરો- *”તાંતણો…..”*
….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top